Prabhupada Biography (Condensed)- Gujarati

પાછળથી શ્રીલ પ્રભુપાદ તરીકે પ્રખ્યાત થયેલા શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદની વિશ્વવ્યાપી કીર્તિ તો, તેઓશ્રી અમેરિકામાં આવી પહીગ્યા ત્યાર પછી ૧૯૬૫ પછી પ્રસરવાની હતી. ભારતમાંથી વિદાય થયા પહેલાં, તેઓશ્રીએ ત્રણ ગ્રંથો લખેલા, ત્યાર પછીનાં બાર વર્ષોમાં, તેઓશ્રી સાઠ કરતાંયે વધારે ગ્રંથો લખવાના હતા. ભારત છોડ્યા પહેલાં તેઓશ્રીએ એક શિષ્યને દીક્ષા આપેલી પછીનાં બાર વર્ષોમાં તેઓશ્રી ચાર હજાર કરતાંયે વધારે શિષ્યોને દીક્ષા આપવાના હતા. તેઓશ્રીએ ભારત છોડ્યું તે પહેલાં ભાગ્યે જ કોઈએ મારેલું કે કૃષ્ણ ભક્તોનો વિશ્વવ્યાપી સંઘ રચવાનું તેઓશ્રીનું સ્વપ્ન તેઓશ્રી સાકાર કરી શકશે, પરંતુ ત્યાર પછીના જ દશકામાં તેઓશ્રી આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘ અને સો કરતાંય વધારે કેન્દ્રો સ્થાપી અને નિભાવી શક્યા. અમેરિકા જવા માટેની સફર શરૂ કરી ત્યાર પહેલાં, તેઓશ્રી કી ભારત બહાર ગયા ન હતા, પણ પછીનાં બાર વર્ષોમાં, કૃષ્ણભાવના આદોલનનો વિસ્તાર કરતાં, તેઓશ્રી ઘણી વાર પૃથ્વીની પ્રદક્ષિણા કરવાના હતા

120.00

In stock

SKU GJT080 Category Tag

Description

પ્રસ્તાવના

તેઓશ્રીના જીવનનું પ્રદાન તેમના જીવનનાં પાછલાં વર્ષોમાં ક્રાંતિકારી આધ્યાત્મિક સિદ્ધિઓના આવિર્ભાવરૂપે આવેલું જણાય, છતાં તેઓશ્રીના જીવનનાં પહેલા અગણોસિત્તેર વર્ષો એ સિદ્ધિઓ માટેની પૂર્વતૈયારી રૂપ હતો. અને પ્રભુપાદ તથા તેમના ઉપદેશો અમેરિકન લોકો માટેઅણચિંતવ્યા, અજાણ્યા આવિર્ભાવ રૂપે પ્રગટ્યા–અલાદ્દીનના દીવામાંથી પ્રગટેલા જીનની જેમ તેઓ દૃષ્ટિગોચર થયા તેમ છતાં તેઓશ્રી સદીઓ પુરાણી પરંપરાના ધુરંધર પ્રતિનિધિ હતા.

×