Description
૧૦૮ ઉપનિષદોને સર્વ વેદોના સાર તરીકે ગણવામાં આવે છે અને ઈશોપનિષદ તે બધામાં મુખ્ય છે. આ પ્રકાશ આપનારા અઢાર શ્લોકોમાંથી સર્વ જ્ઞાનનું વિશુદ્ધ સત્ત્વ પ્રાપ્ત કરી શકાય છે. હજારો વર્ષોથી આધ્યાત્મિક ખોજ કરનારા લોકોએ આ રહસ્યમય અને તત્ત્વજ્ઞાનથી ભરપૂર ઉપનિષદોનો અભ્યાસ કર્યો છે. જેમ આ નામ સૂચવે છે, (ઉપ –પાસે; નિ–નીચે; પદ્ -બેસવું), મનુષ્યને એવી સલાહ આપવામાં આવે છે કે આધ્યાત્મિક ગુરુના આશ્રયમાં બેસવું. શું શીખવા માટે ? આ ઉપનિષાદનું નામ સંક્ત આપે છે : ઈશોનો અર્થ છે, “પરમ નિયંતા.
ચાલો આપણે આધ્યાત્મિક માર્ગદર્શક પાસે બેસીએ અને પરમ નિયંતા અર્થાત્ ભગવાન વિશે શીખીએ. જો મનુષ્ય પ્રમાણભૂત માર્ગદર્શક પાસેથી શીખે, તો તેની પ્રક્રિયા સરળ છે.
Reviews
There are no reviews yet.