Description
પ્રકૃતિના નિયમો
એક અટળ ન્યાય
ભીખ માગો, ચોરી કરો કે ઉછીનું લો, લાંચ આપો કે ઠગો, ગમે તે રીતે ધન મેળવો અને મઝા કરો. અથવા ઓછામાં ઓછું, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખો. કોઈ પણ હિસાબે આગળ નીકળી જવાની ગાંડી દોડમાં શું આપણે ક્યારેય એમ વિચારવા ઊભા રહીએ છીએ કે આપણને આપણાં કર્મો માટે જવાબદાર ઠેરવવામાં આવી શકે છે? શાસ્ત્રોમાં વર્ણવવામાં આવેલી નારકીય સજાઓ જો હકીકત હોય તો શું? પ્રકૃતિના નિયમોમાં વીસમી સદીના સૌથી મહાન તત્ત્વચિંતકોમાંના એક એવા શ્રીલ પ્રભુપાદ સમજાવે છે કે પાપ શું છે અને કોને કઈ સજા થાય છે. આના નિષ્કર્ષને અવગણી શકાય તેમ નથી–મોટા ભાગના લોકો એવા ભવિષ્ય તરફ અગ્રસર થઈ રહ્યા છે કે જે અત્યંત દુ:ખદાયક છે. આ કોઈ મજાક નથી. આપે આ પુસ્તક વાંચવું જોઈએ અને મોડું થઈ જાય તેના પહેલાં એ શોધી કાઢવું જોઈએ કે પોતાનાં જીવનને શુદ્ધ બનાવવા માટે શું કરવું જોઈએ.
Reviews
There are no reviews yet.